Tuesday, February 8, 2011

વાતો કરે * ભરત વિંઝુડા


પાન લીલાં ઊગે છે ને પીળાં ખરે,
ઝાડમાં ઝાડ જન્મ્યાં કરે ને મરે !
પગથી માથા સુધી હું સળગતો રહું,
ને તને જોઉં તો માત્ર આંખો ઠરે !
એકબીજાના વક્તા ને શ્રોતા બને,
ચાંચ પર ચાંચ મૂકીને વાતો કરે ! 
મીણ જેવાં છીએ એ જ ભૂલી ગયાં,
એમ ભેટ્યાં કે છૂટ્યાં નહીં આખરે !
શીખવી છે કળા કોઈ એવી હવે,
જીવતાં થાય બે પંખી એક કાંકરે ! 







2 comments:

  1. વાહ ભાઈ વાહ ! જામો ...
    બી.કે.રાઠોડ "બાબુ"

    ReplyDelete
  2. wah...પગથી માથા સુધી હું સળગતો રહું,
    ને તને જોઉં તો માત્ર આંખો ઠરે.............

    ReplyDelete