Thursday, February 17, 2011

તરસની વાત - પુનિત રાવલ

 
 
પાણી પહેલા પરપોટાંની વાત બધે ફેલાણી,               આંખ મળી ને પાંખ જડી તો ચકલી બહુ હરખાણી.

ફળિયે ઉભી હોય કે ફળિયું પગલે પગલે ટહૂકે,          સહેજ અમસ્થી  ઠેસ  વાગતા સસલા માફક દોડે.

ખળખળ વહેતું ઝરણું ભાળી પગ રૂપેરી ધોતી,             બંને તટ સંકોરી જાણે  ઝરણું, ચકલીમાં જઈ પેસે.

દિવસ વીતે  એમ અચાનક ચકલી ઉદાસ રહેતી,      
ઘરનો ઊંબર કરી કચૂંબર ચકલા સાથે ભાગી.

ચકલી તારા સમ મને તું અનહદ ગમવા લાગી,        આંખ ખૂલતાં  ગાયબ ચકલી, તરસું જાગી જાતી.

No comments:

Post a Comment