Sunday, February 20, 2011

સરલા સુતરિયા

માઁ વસુઁધરા 
મમ જીવન સર્વ સમર્પણ
તવ ચરણ 
ઉંચા હિમાલય
ઉન્નત મસ્તક અમ ગૌરવ
તવ ચરણ
સપ્ત સાગર
લહેર લહેર ભરતી ઓટ
તવ ચરણ
વન ઉપવન
હરિત છાંય લીલીછમ
તવ ચરણ
 પવિત્ર ગંગા
વહે ઝરણ નિત્ય પખાળે
તવ ચરણ
વરસે વરસાદ
ખિલે મેઘ ધનુષ અર્પવા સૌંદર્ય
તવ ચરણ

No comments:

Post a Comment