Saturday, February 12, 2011

પલાશ - પંકજ ત્રિવેદી

વહે છે રગરગમાં 
વરસે છે ધખતો ધોમ
લૂ વાય ગ્રીષ્મ બની...
અરે !
રક્તકણો  કરે  હરિફાઈ કેવી? 
જામ્યો છે મધ્યાહ્ન, ગ્રીષ્મનો-
ભડભડ બળતી ત્વચા  'ને હોમાય
રઝળતી લૂ...
યજ્ઞ પ્રજ્વળે અંદર-બહાર,
શ્વાસ-ઉચ્છવાસમાં ... પળેપળ...
નીતરે છે આંખોમાંથી...
સૂના અંધકારમાંથી પ્રગટેલો
રતુંમડો, ઘૂંટાયેલો કસુંબલ જામ...
જામ્યો છે નશો બરાબર, શ્વેતશિખર સમ
રગેરગ ફાટફાટા થાય
કોઈ જુવાનડીના પ્રેમઘેલા હૈયા જેમ !
બેઠાં છે, સુખ-દુ:ખ તો લાચાર થઈને
જુએ છે ઓગળી રહેલા નીજત્વને....
ભીતર આખ્ખે આખ્ખું પલાશવન
એ કેશરિયો.....
એજ ભગવો રંગ.....
જાણે પલાશનું ઉપવન...!!

No comments:

Post a Comment