Friday, February 11, 2011

રુદિયે રહેજો રે ! : ભગવતીકુમાર શર્મા

હરિ, મારા રુદિયે રહેજો રે,
દ:ખ જે હું દઉં તે સહેજો રે !
વારે વારે કરીશ કાલાવાલા
માગું તે દેવું જોશે વા'લા !
તમે વેદમંત્રોનાં સુણનારા,
વેણ મારા વેઠી લેજો કાલાં.

હરિ, મુને કાંઈ ન કહેજો રે,
                     હરિ, મારી આંખથી વહેજો રે !...
હરિ, હવે આપણે સરખેસરખા,
હરિ, તમે મેહ તો' હું એ બરખા !
હરિ, તમે સૂરજ તો હું સોમ,
હરિ, તમે અક્ષર તો હું ઓમ

હરિ, મુંને જીરવી લેજો રે, 
હરિ, મુંને દરશન દેજો રે....

1 comment:

  1. હરિ, તમે સૂરજ તો હું સોમ,
    હરિ, તમે અક્ષર તો હું ઓમ..

    khub bhavvahi rachna..

    ReplyDelete