Tuesday, January 18, 2011

રાજ લખતરવી


(1)
હું તને તારવા નહીં બેસું
નાવમાં ખારવા નહીં બેસું
તું કહે તો કહીશ બે શબ્દો
વાત વિસ્તારવા નહીં બેસું
કંસ સાથે લડી લઈશ જાતે
 એને અવતારવા નહીં બેસું 
   ધારણાનો વિષય નથી શ્રદ્ધા 
  હું કશું ધારવા નહીં બેસું
  આજ વેશે હું 'રાજ' ત્યાં આવીશ
   જાત શણગારવા નહીં બેસું !

                           (2) 
શ્વાસનો છંદ સહેજ  તૂટે છે
આ હવામાં કશુંક ખૂટે છે
નોખી નોખી ઢબે લખી લોકો
એકનું એક નામ ઘૂંટે છે
મયકદા એનું બાગની વચ્ચે
મયકશો બેઉ રંગ લૂંટે છે
પકડી પકડીને પાય છે ત્યાં પણ
સ્વર્ગમાં ક્યાં શરાબ છૂટે છે?
થાય છે મન પ્રથમ તો ઊડવાનું
એ પછી 'રાજ' પાંખ ફૂટે છે




3 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. સેરોનીકા સીમા વ્યાસ
    બહુત હી અનુઠી ગુજરાતી રચનાએ

    ReplyDelete
  3. સેરોનીકા સીમા વ્યાસ

    આ તો મારો ફર્ઝ છે, આ બ્લોગ બહુ જ સારો છે. મને ઈની રચનાઓ બહુ ગમે.

    ReplyDelete