Sunday, January 16, 2011

માણસ અને ફૂલ : શમશાદ ઈલાહી અન્સારી "શમ્સ"



                  એક મુસાફરની રસ્તે જતાં રંગબિરંગી ફૂલો પર નજર પડી.  થોડીવાર એ એને  નિહાળતા આગળ વધતો ગયો.

                  વસંતની ઋતુમાં જાત જાતનાનાના-મોટા બહુ સુંદર ફૂલો  જાણે કે એ માધ્યમથી  ધરતીનું  યૌવન અહીં- તહીં પ્રગટ થઈ રહ્યું છે. 

                  રસ્તામાં એક મોટા સુંદર ફૂલને એ માણસે જોયું, પોતાને રોકી શક્યો નહીં વિચારતો હતો કે મને આ ફૂલે કેટલો મુગ્ધ કર્યો છેકેટલો આનંદિત કરી દે છે એક ખીલેલું   ફૂલફૂલને તો પૂછું કે એને હું કેવો લાગું છું ?

                  એ માણસે એ સૌથી સુંદર ફૂલને પકડીને પ્રશ્ન કર્યો.

                  ફૂલ પ્રશ્ન સાંભળીને અચંબિત થઈ ગયુંકરમાઈને સૂકાઈ ગયું,  એની એક એક પાંખડી તૂટીને હવામાં ઊડી ગઈ. 
                                                                     (અનુવાદ:પંકજ ત્રિવેદી)    

 126 blackfoot trail, Mississauga, ON
  shamshad66@hotmail.com

3 comments:

  1. સરસ રચના છે

    ReplyDelete
  2. શમશાદ ભાઈ અભિનંદન, આવા સરસ સુવિચારો અમારા સાથે શેયર કરવા માટે, અન પંકજ ભાઈ તમોને પણ ખૂબ ખૂબ આભાર ઍવા સરસ વિચારો અનુવાદ ના મધ્યમ થી અમારા સુધી પહોંચાડવા માટે.

    ReplyDelete
  3. कल्पना जी और नवीन जी, आपका आभार व्यक्त करता हूँ..और पंकज जी का धन्यवाद भी.
    सादर

    ReplyDelete