Friday, January 14, 2011

ઝૂકી શકતો નથી... વીરેન્દ્ર આચાર્ય

વાત લીધેલી મૂકી શકતો નથી હું,
એ ગમે તે હો ઝૂકી શકતો નથી હું.
લાગણીની તું કબર ખોદી શકે પણ,
ધૂળ એ પરની ફૂંકી શકતો નથી હું.
તું દિલાસો દઈને ગુસ્તાખી કરે છે,
કોઈપણ રીતે ડૂકી શકતો નથી હું.
હું સમયની ક્યાં કદી પરવા કરું પણ,
ધ્યેય ધારેલું ચૂકી શકતો નથી હું.
શીશ ઉન્નત છે ગઝલના ગર્વથી આ,
એટલે જ્યાં ત્યાં ઝૂકી શકતો નથી હું.

4 comments:

  1. Punit Raval

    REALLY , NATURE REFLECTS ITSELF WHEN THE CHALLANGES ARE THERE.... BOSS, CONGRATS TO YOU AS WELL AS KAVI ACHAARYAJI...SUPERB SELECTION.

    4 minutes ago · Like

    ReplyDelete
  2. વીરેન્દ્ર ભાઈ અભિનંદન.

    સરસ અને મજ્જા ની ગઝલ પેશ કરવા માટે ખૂબ ખૂબ મુબરક્બાદ. આ બે શૅ'ર તો મને ખૂબ ખૂબ ગમ્યા છે વીરેન્દ્ર ભાઈ:-

    લાગણીની તું કબર ખોદી શકે પણ,
    ધૂળ એ પરની ફૂંકી શકતો નથી હું.
    તું દિલાસો દઈને ગુસ્તાખી કરે છે,
    કોઈપણ રીતે ડૂકી શકતો નથી હું.

    ReplyDelete
  3. વાહ દોસ્ત વાહ,
    અભિનંદન..
    લખતા રહેજો.. આમ વિજાણુ માધ્યમે મળતા રહેજો
    - અરવિંદ પરમાર

    ReplyDelete
  4. ભાઈ ભાઈ અભિનંદન

    ReplyDelete