ક્રોધમય કયા ધારી અરે આ આવે છે કોણ
જેના અંગોઅંગમાંથી ઉપજાતિ ઝાળ છે;
ભૂત જેવી ભયંકર કિંકર છે શંકરનો
કિંવા ભયંકરી લંકા ભૂમિનો ભૂપાળ છે.
પયોધિના પાણીને ઉછાળતો પગની ઠેશે
વેષે જોતાં વધુ જેનું મહાવિકરાળ છે;
સરોવર સરિતાના સલિલને શોધી લે છે,
ક્રોધી મામો કંસ છે કે કિંવા ગ્રીષ્મ કાળ છે?
No comments:
Post a Comment