Thursday, May 5, 2011

ત્રણ અછાંદસ - પંકજ ત્રિવેદી

     (૧)
     મને એમ કે ભૂલી ગયા તમે
     જર્જરિત પુસ્તક મહીં પારદર્શક
    પીળચટ્ટા પાંદડાની નસેનસમાં 
    ઊગી નીકળ્યા તમે !
    'ને
    મારી પાંપણેથી ટપકેલા ઝાકળના સ્પર્શે 
    મારી આંગળીઓને ટેરવે કૂંપળ ફૂટી
    એ જ તમને?
    (૨)
    મેં દરિયાને પૂછ્યું -
    "તું આટલો ગંભીર કેમ?"
    એને કહ્યું -
    "મેં ચંચળતાને 
    મારામાં સમાવી છે, એટલે...!"
    (૩)
    હાથના પંજા પર લીલી નસોના 
   ગૂંથાયેલા જાળાં અચાનક
   ધસી આવે છે બહાર,
   ત્યારે -
   નવવધૂની જેમ શરમાઈને
   સંકોચાય છે મારું પેટ ...!!


 

No comments:

Post a Comment