
સંક્રાંતિ કાળના મુખ્ય ત્રણ દેવતા છે. પહેલાં છે ભગવાન સૂર્ય, બીજા છે શિવજી અને ત્રીજા છે ધન રાશિના સ્વામી દેવોના ગુરુ બૃહસ્પતિ. લક્ષ્મી પ્રાપ્તિ તથા રોગોના નાશ માટે ભગવાન સૂર્ય, વિપત્તિઓ તથા શત્રુના નાશ માટે ભગવાન શિવ. યશ-સન્માન તથા જ્ઞાન, વિદ્યા વગેરેની પ્રાપ્તિ માટે દેવગુરુ બૃહસ્પતિની પૂજા સંક્રાંતિ કાળમાં ક્રમ મુજબ વિધિ-વિધાનપૂર્વક કરવી જોઈએ.
મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડવાની વિશેષ પરંપરા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જોવા મળે છે. પતંગ ઉડાડીને મનોરંજન કરવામાં આવે છે. ચીન, જાપાન, મલેશિયા, વિયેતનામ અને થાઈલેન્ડ જેવા દેશોમાં પણ પતંગ ઉડાડીને ભગવાન ભાસ્કરનું સ્વાગત કરવામાં આવે છે.
આ ઉત્સવ આપણાં જીવનને સુખના રંગોથી ભરી દે એવી શુભકામનાઓ.
No comments:
Post a Comment