Saturday, January 29, 2011

લો ફરી એક રૂપાળી સાંજ ઢળી : સરલા સુતરીયા

આ ગગન ના માંડવા તળે
લો ફરી એક રૂપાળી સાંજ ઢળી,

સાજન સપને મહેકી રહ્યા
લો ફરી એક નશીલી રાત ઢળી,

આ મધુમાલતી નો માંડવો
ને જાઇ જુઈ પણ છલકી,
...
આ  છલક છલક મદમાતી
 લો ફરી એક મદિલી રાત ઢળી

 મહેકી ઉઠ્યું અંતરીયું
ને મહેક્યો મન સમીર,

 ઓલી રાત ઢળી મન ગહેકે
જાણે છલકી ઉઠ્યો તિમિર.....

No comments:

Post a Comment