
Friday, June 17, 2011
સલામ, સબકો સલામ ! :- મંગેશ પાડગાંવકર (અનુ. સુરેશ દલાલ)

Thursday, June 2, 2011
સ્પર્શી હશે : દીપક ત્રિવેદી
વરસાદ ભીની ઓઢણી સ્પર્શી હશે!
એવી રીતે સૌ લાગણી સ્પર્શી હશે !
નહીતર ધ્રુજે નહીં કાચનાં પૂતળાં બધાં
ગરમા-ગરમ હીરાકણી સ્પર્શી હશે !
કેમ કાળો- ધબ્બ ચહેરો થાય છે ?
ઈચ્છા ઠગારી -વાંઝણી સ્પર્શી હશે !
રાખ ઢગલાબંધ શ્વાસો-શ્વાસમાં
આગજ્વાળાઓ ઘણી સ્પર્શી હશે
તું દીપક લીલ્લો કદી હોતો નથી
એવી રીતે સૌ લાગણી સ્પર્શી હશે !
નહીતર ધ્રુજે નહીં કાચનાં પૂતળાં બધાં
ગરમા-ગરમ હીરાકણી સ્પર્શી હશે !
કેમ કાળો- ધબ્બ ચહેરો થાય છે ?
ઈચ્છા ઠગારી -વાંઝણી સ્પર્શી હશે !
રાખ ઢગલાબંધ શ્વાસો-શ્વાસમાં
આગજ્વાળાઓ ઘણી સ્પર્શી હશે
તું દીપક લીલ્લો કદી હોતો નથી
નક્કી તને વિષ-નાગણી સ્પર્શી હશે !
Saturday, May 21, 2011
ગઝલ - રાજ લખતરવી
અમે તો ક્યારના ડૂબી ગયા તો આ તારે છે શું?
અમારી નાવ છે કે લાશ છે, આ આખરે છે શું?
વસાવ્યો છે અમે સૂરજ દિવસ ને રાત આંખોમાં,
છતાંયે આ સિતારા જેવું આંખોથી ખરે છે શું?
પથારીથી નથી ઊઠતો કડી મારો ય પડછાયો,
છતાંયે ઓરડામાં રાત આખી આ ફરે છે શું?
ફરીને ત્યાં જ આવું છું યુગોથી આમ અટકું છું,
નથી સમજાતું મુજને એજ, એના ઉંબરે છે શું?
જવા દેતું નથી એ બહાર ફરવા પ્રાણ ને મારા,
ખબર પડતી નથી કંઈ 'રાજ' અને આંતરે છે શું?
Thursday, May 5, 2011
ત્રણ અછાંદસ - પંકજ ત્રિવેદી
(૧)
મને એમ કે ભૂલી ગયા તમે
જર્જરિત પુસ્તક મહીં પારદર્શક
પીળચટ્ટા પાંદડાની નસેનસમાં
ઊગી નીકળ્યા તમે !
'ને
મારી પાંપણેથી ટપકેલા ઝાકળના સ્પર્શે
મારી આંગળીઓને ટેરવે કૂંપળ ફૂટી
એ જ તમને?
(૨)
મેં દરિયાને પૂછ્યું -
"તું આટલો ગંભીર કેમ?"
એને કહ્યું -
"મેં ચંચળતાને
મારામાં સમાવી છે, એટલે...!"
(૩)
હાથના પંજા પર લીલી નસોના
ગૂંથાયેલા જાળાં અચાનક
ધસી આવે છે બહાર,
ત્યારે -
નવવધૂની જેમ શરમાઈને
સંકોચાય છે મારું પેટ ...!!
સંકોચાય છે મારું પેટ ...!!
Wednesday, April 27, 2011
Saturday, April 9, 2011
છપ્પા - અખો ભગત
અખો ભગત : (આશરે ૧૫૯૧ થી ૧૬૫૬) અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા. વ્યવસાયે સોની. દુનિયાના દંભ અને પાખંડ દેખીને એમનો માંહ્યલો ઊકળી ઊઠતો હતો. કડવા અનુભવોના કારણે એમણે વૈરાગ્ય લઈ ગુરુની શોધ આદરી હતી પણ ધર્મસ્થાનોમાં ય આડંબર જ મળ્યો, સાચા ગુરુ ન મળ્યા. ચોપાઈ-છંદમાં લખેલા એમના કાવ્યો છ પદ(ચરણ)ના હોવાથી છપ્પા તરીકે ઓળખાય છે. (છપાઈ ઉપરથી છપ્પો, ‘પાઈ’ એટલે પાય, ચરણ, પગ, પંક્તિ) આ છપ્પામાં તીખી-તમતમતી વાણીમાં એમણે આત્માને વીંધી નાંખે અને આંખના પડળ ઉઘાડી દે એવા મર્મવેધી કટાક્ષ કર્યા છે. અખા ભગત આપણી ભાષાના ઉચ્ચ કોટિના જ્ઞાની કવિ છે. આત્માના અનુભવને અને જ્ઞાનને એમણે ‘અખેગીતા’ , ‘પંચીકરણ’, ‘ગુરુ-શિષ્ય સંવાદ’, ‘ચિત્તવિચાર સંવાદ’ અને ‘અનુભવબિંદુ’ જેવી કાવ્યરચનામાં કલાત્મકરીતે નિરૂપ્યાં છે.
તિલક કરતાં ત્રેપન વહ્યાં, ને જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાકયાં ચરણ , તોય ન પહોંચ્યો હરિને શરણ;
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.
એક મૂરખને એવી ટેવ , પથ્થર એટલા પૂજે દેવ;
પાણી દેખી કરે સ્નાન , તુલસી દેખી તોડે પાન;
તે તો અખા બહુ ઉત્પાત , ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?
જો જો રે મોટાના બોલ , ઊજડ ખેડે બાજ્યું ઢોલ.
અંધ અંધ અંધારે મળ્યા , જ્યમ તલમાં કોદરા ભળ્યા;
ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી , કહે અખો એ વાતો અમે જાણી.
તીરથ ફરી ફરી થાકયાં ચરણ , તોય ન પહોંચ્યો હરિને શરણ;
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.
એક મૂરખને એવી ટેવ , પથ્થર એટલા પૂજે દેવ;
પાણી દેખી કરે સ્નાન , તુલસી દેખી તોડે પાન;
તે તો અખા બહુ ઉત્પાત , ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?
જો જો રે મોટાના બોલ , ઊજડ ખેડે બાજ્યું ઢોલ.
અંધ અંધ અંધારે મળ્યા , જ્યમ તલમાં કોદરા ભળ્યા;
ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી , કહે અખો એ વાતો અમે જાણી.
(ખેડે=ગામમાં, ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી= ઘાણી એટલે તેલી બી પીલી તેલ કાઢવાનું સાધન; કોદરા જુદા હોય તો એની ઘેંશ થાય અને તલ જુદા હોય તો પીલીને તેલ કાઢી શકાય. પણ જો બંને ભેગા થયા હોય તો ન ઘેંશ બની શકે, ન તેલ કાઢી શકાય. અર્થાત્ કશા કામના નહીં )
દેહાભિમાન હૂતો પાશેર , તે વિદ્યા ભણતાં વધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો , ગુરુ થયો ત્યાં મણમાં ગયો.
અખા એમ હલકાથી ભારે હોય , આત્મજ્ઞાન મૂળગું ખોય.
( પાશેર=સવાસો ગ્રામ, શેર=પાંચસો ગ્રામ, તોલો=પાંચ કિલોગ્રામ, મણ=વીસ કિલોગ્રામ )
સસાશિંગનું વહાણ જ કર્યું , મૃગતૃષ્ણામાં જઈને તર્યું;
વંધ્યાસુત બે વા ’ણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં.
જેવી શેખસલીની ચાલી કથા , અખા હમણાં ને આગળ એવા હતા.
( સસલાના શિંગડાનું વહાણ, મૃગજળમાં તરવું, વાંઝણીના પુત્રો અને આકાશનાં ફૂલો- અશક્ય અને તરંગી વાતોના દૃષ્ટાંત વડે અગાઉ અને આજે કેવા જૂઠાણાં ચાલ્યા કર્યાં છે એ વાત અખાએ અવળવાણી વડે વેધકતાથી સમજાવી છે.)
આંધળો સસરો ને સરંગટ વહુ , એમ કથા સાંભળવા ચાલ્યું સહુ.
કહ્યું કાંઈ ને સમજ્યું કશું , આંખનું કાજળ ગાલે ઘસ્યું.
ઊંડો કૂવો ને ફાટી બોક , શીખ્યું-સાંભળ્યું સર્વે ફોક.
( સરંગટ=ઘૂમટો તાણેલી, બોક= ડોલ )
દેહાભિમાન હૂતો પાશેર , તે વિદ્યા ભણતાં વધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો , ગુરુ થયો ત્યાં મણમાં ગયો.
અખા એમ હલકાથી ભારે હોય , આત્મજ્ઞાન મૂળગું ખોય.
( પાશેર=સવાસો ગ્રામ, શેર=પાંચસો ગ્રામ, તોલો=પાંચ કિલોગ્રામ, મણ=વીસ કિલોગ્રામ )
સસાશિંગનું વહાણ જ કર્યું , મૃગતૃષ્ણામાં જઈને તર્યું;
વંધ્યાસુત બે વા ’ણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં.
જેવી શેખસલીની ચાલી કથા , અખા હમણાં ને આગળ એવા હતા.
( સસલાના શિંગડાનું વહાણ, મૃગજળમાં તરવું, વાંઝણીના પુત્રો અને આકાશનાં ફૂલો- અશક્ય અને તરંગી વાતોના દૃષ્ટાંત વડે અગાઉ અને આજે કેવા જૂઠાણાં ચાલ્યા કર્યાં છે એ વાત અખાએ અવળવાણી વડે વેધકતાથી સમજાવી છે.)
આંધળો સસરો ને સરંગટ વહુ , એમ કથા સાંભળવા ચાલ્યું સહુ.
કહ્યું કાંઈ ને સમજ્યું કશું , આંખનું કાજળ ગાલે ઘસ્યું.
ઊંડો કૂવો ને ફાટી બોક , શીખ્યું-સાંભળ્યું સર્વે ફોક.
( સરંગટ=ઘૂમટો તાણેલી, બોક= ડોલ )
Thursday, April 7, 2011
પાણીનો આ ગોળો : કવિશ્રી મીનપિયાસી
પાણીનો આ ગોળો
સાવ ભલો ને ભોળો !
પાણીનો આ ગોળો.
જ્યાં બેસાડો ત્યાં બેસી રાગે - જાણે માનો ખોળો !
રાતોમાતો થાતો જાતો, નહિ ફિક્કો કે ધોળો :
ફૂલ્યોફાલ્યો નહિ સમાતો પેટે સાગર- પહોળો;
પાણીનો આ ગોળો.
જ્યાં બેસાડો ત્યાં બેસી રાગે - જાણે માનો ખોળો !
રાતોમાતો થાતો જાતો, નહિ ફિક્કો કે ધોળો :
ફૂલ્યોફાલ્યો નહિ સમાતો પેટે સાગર- પહોળો;
માથે એને મુકુટ સુનેરી, ઉપર શોભે કળશ રૂપેરી,
પાણી લેતાં રણકી ઊઠે, ગાજી ઊઠે ઘર ને શેરી,
છલકી ઊઠે છોલ્યો, એને હૈયે ચડે હિલોળો;
અમી ભરેલું અંતર એનું અણુ અણુમાં ઝમતું,
વાયુ-લહરનું ટોળું એને ઝીલવા ફરતું રમતું,
ભરી ભરીને પીઓ પિયાલા, શીદ નકામું ઢોળો?
પાણીપોચો ખૂબ ટિપાયો, જીવનચાકે ઘાટ ઘડાયો,
ટક્કર ઝીલવા, નક્કર બનવા, તપી તપીને બહુ શેકાયો,
પાકેલા એ આપવિતીના અનુભવે છે બહોળો
Saturday, March 19, 2011
રંગ પર્વ - તરૂણ જાની
આજ આવી છે ધૂળેટી રંગ છાંટે
પર્વ આ મૈત્રી તણું લે રંગ છાંટે
લાલ લીલો વાદળી એ રંગ છાંટે
વાયરાની સંગ ભીનો રંગ છાંટે
લોક ટોળે જો મળે ને રંગ છાંટે
માનવી ભીતર છલકતો રંગ છાંટે
ભીંજવું હું એમ કેતો રંગ છાંટે
ખુદ ભીંજાતો રહે ને રંગ છાંટે
રોળતો ભેરુ બનીને રંગ છાંટે
ચોળતો ગુલાલ મોઢે રંગ છાંટે
છે પરાયો તોય પાછો રંગ છાંટે
થાય ભેરુ ને પછી તો રંગ છાંટે
વાટ જોતો પ્રીતની ને રંગ છાંટે
ભાળતો એવો બહેકે રંગ છાંટે
પિચકારી લઇ ભરીને રંગ છાંટે
કાન રાધા થઇ હવે જો રંગ છાંટે
કેસુડે જોને મહેકે રંગ છાંટે
ભવ તણો એ સંગ ભીંજે રંગ છાંટે
Saturday, March 12, 2011
૧૦ - મોનોઇમેજ -રક્ષિત દવે
૧.
આજે કેટલાય
સમદુઃખીયા
સમસુખીયા બની
કરે છે ઉજાણી
વૃદ્ધાશ્રમે !
૨.
એકનાએક
દેવના દીધેલને
મહેલોની આશિષ
દે છે
માં-બાપ
રહીને
વૃદ્ધાશ્રમે !
૩.
જીવવું તો
ખુમારીથી
એથી જ તો
બધું છોડી
આવી ગયા
અમે
વૃદ્ધાશ્રમે !
૪.
મળવું છે
ખરેખર
તમારે
દાદા-દાદીને ?
તો
જાઓ
વૃદ્ધાશ્રમે !
૫.
મ્હારા
દાદા-દાદી ક્યાં ?
પૂછ્યું પપ્પાને
તો
જવાબ દીધો
પડોશીએ
વૃદ્ધાશ્રમે !
૬.
પુત્ર પ્રાપ્તિની
ખેવના
ક્યાંયે
જોવા ન મળી
વૃદ્ધાશ્રમે !
૭.
શું કરીશ બેટા !
થઈને મોટો ?
જવાબ મળ્યો
મૂકી આવીશ
દાદા-દાદીની જેમ
તમને
વૃદ્ધાશ્રમે !
૮.
ઘર વિહોણા
ઘરથી પણ સારું
જીવી રહ્યાં છે
વૃદ્ધાશ્રમે !
૯.
એ તો
મકાન હતું
હવે
કૈંક
લાગે છે
"ઘર" જેવું
વૃદ્ધાશ્રમે !
૧૦.
ગૃહે
જે અપેક્ષાઓ
પૂરી થઇ ના શકી
તે
સઘળી
પૂરી થઇ રહી છે
વૃદ્ધાશ્રમે !
Sunday, March 6, 2011
પ્રેમ પથ....! - પંકજ ત્રિવેદી
તું નહીં દોડી શકે મારી સાથે
મારો ઉત્સાહ, રોમાંચ અને મારાં
તોફાનો....
તું ભલે ને દૂર રહે જોજનો
મારાં પ્રેમમાં રહેલી નિર્દંભતા,
નિર્દોષતા ને નિર્ભેળતા
હું ચાહું તને મુગ્ધભાવે, પાગલ બની
પ્રેમવશ સ્પર્શું તને !
તું ક્ષોભવશ
ચાહ્યાં કરે મૌન બની, ધીરજ ધારી
વાત્સલ્યની મૂર્તિ બની...
આપનો માર્ગ એક જ આ
પ્રેમ પથ ......
Friday, March 4, 2011
ચાલ ફરીને મળીએ - પુનિત રાવલ
ચાલ ફરીને મળીએ,
ખોબે ખોબે જળ ઉલેચી મન સાગરના તળિયે.....ચાલ ફરીને મળીએ.
ખુલ્લી આંખે,
ખુલ્લી પાંખે,
ક્યાં દેખાયું, ક્યાં પહોંચાયું , હજુએ ક્યાં સમજાયું,
લડતા રહીને,
પડતા રહીને,
તરફડતી આ જાત યુગોથી શાને ? હજુએ ક્યાં સમજાયું.
હવે અનુભવ કેવળ દર્પણ, ત્યાં જઈને ઝળહળીએ......ચાલ ફરીને મળીએ.
રોજ વરસતા,
રોજ તરસતા,
હોઠપણાનું પોકળ ઊંચકી જાત પલળવા ઝંખે,
સોળ વરસના,
સોળ તરસના,
ઢોલપણાનું વાદળ ઊંચકી જાત ધબકવા ઝંખે,
શક્ય હશે તો આજ પલળશું, કાલ ધબકશું, એકમેકને ફળીએ....ચાલ ફરીને મળીએ.
ખુલ્લી આંખે,
ખુલ્લી પાંખે,
ક્યાં દેખાયું, ક્યાં પહોંચાયું , હજુએ ક્યાં સમજાયું,
લડતા રહીને,
પડતા રહીને,
તરફડતી આ જાત યુગોથી શાને ? હજુએ ક્યાં સમજાયું.
હવે અનુભવ કેવળ દર્પણ, ત્યાં જઈને ઝળહળીએ......ચાલ ફરીને મળીએ.
રોજ વરસતા,
રોજ તરસતા,
હોઠપણાનું પોકળ ઊંચકી જાત પલળવા ઝંખે,
સોળ વરસના,
સોળ તરસના,
ઢોલપણાનું વાદળ ઊંચકી જાત ધબકવા ઝંખે,
શક્ય હશે તો આજ પલળશું, કાલ ધબકશું, એકમેકને ફળીએ....ચાલ ફરીને મળીએ.
Tuesday, March 1, 2011
Sunday, February 27, 2011
જાળ - પંકજ ત્રિવેદી
પપ્પાને મળવા આવેલી
દીકરી,
વેકેશનમાં ગૂંથે છે પ્રશ્નોની જાળ.........
પપ્પા,
અટવાય છે એમાં
મથે છે છૂટવા,
ગૂંચવાયા કરે સતત...
પપ્પા, મૂંઝાયેલા અહીં
મમ્મી, ત્યાં
દીકરી અહીં-તહી
મમ્મી ભણાવે, કડક સ્વભાવે
વાર્તા સંભળાવે પપ્પા,
ફિલ્મ, ફન વર્લ્ડ ને મજા હિલ સ્ટેશનની
માત્ર અઠ્યાવીસ દિવસનું ગરમાન
દીકરી પ્રશ્ન કરે મીન પપ્પા,
ત્યાં ગુસ્સો મમ્મીનો
એક્વેરિયમમાં તરતી એક માછલી
પહોંચી જાય છે એક ખૂણામાં
એકલી, અટૂલી,
સજળ.......!!!
Wednesday, February 23, 2011
સાંજ : મનોહર ત્રિવેદી
ખરતાં પીંછાં જેવા લયમાં સાંજ ઊતરતી જાય -
કોઈ વીરડામાંથી છેલ્લો ઘૂંટ ભરી
ગાડાને કેડે સરસર સરતી જાય-
અને ખેડુના ડચકારાના તાલે પડતી ખરીઓ
પૈડાંના રવથી ઘૂઘવતો રહે ધૂળનો દરિયો
અધારાંનું ધણ છૂટ્યું ને
ગોરજટાણું ગામ શેરીએ રહી રહી ઊભરાય -
ખેતરનાં ડૂંડેથી ઊડ્યું ભરર આભનું ટોળું
ટગર ટગર લોચન પીતાં હું આખ્ખે મારગ કોળું
લહેરાતી આ હવાસમી વાતુંના ટહુકા
પાદરાના નાકામાં થઈને ફળિયામાં છલકાય -
Monday, February 21, 2011
Sunday, February 20, 2011
Thursday, February 17, 2011
તરસની વાત - પુનિત રાવલ
પાણી પહેલા પરપોટાંની વાત બધે ફેલાણી, આંખ મળી ને પાંખ જડી તો ચકલી બહુ હરખાણી.
ફળિયે ઉભી હોય કે ફળિયું પગલે પગલે ટહૂકે, સહેજ અમસ્થી ઠેસ વાગતા સસલા માફક દોડે.
ખળખળ વહેતું ઝરણું ભાળી પગ રૂપેરી ધોતી, બંને તટ સંકોરી જાણે ઝરણું, ચકલીમાં જઈ પેસે.
દિવસ વીતે એમ અચાનક ચકલી ઉદાસ રહેતી,
ઘરનો ઊંબર કરી કચૂંબર ચકલા સાથે ભાગી.
ચકલી તારા સમ મને તું અનહદ ગમવા લાગી, આંખ ખૂલતાં ગાયબ ચકલી, તરસું જાગી જાતી.
Tuesday, February 15, 2011
ગૌરાંગ ઠાકર
ભીડ વચ્ચે અભાવ લાગે છે,
એ જ તારો લગાવ લાગે છે.
જ્યારથી તેં નજરમાં રાખ્યો છે,
આયનામાં પ્રભાવ લાગે છે.
ખીણ પડઘા જ ભૂલવા માંડી,
પ્હાડથી અણબનાવ લાગે છે.
ઊગવું મુજમાં ને મને છળવું !
સ્વપ્ન ! તારો સ્વભાવ લાગે છે.
તારું રોકાણ ક્યાં છે કાયમનું ?
જિંદગી તું પડાવ લાગે છે.
(2) મારા હિસ્સાનો સૂરજ
મારા હિસ્સાનો સૂરજ જો અંધારે અટવાઈ જશે તો?
નીકળું ઘરથી ફાનસ લઈને રસ્તામાં બુઝાઈ જશે તો?
ઈશ્વર નામે ગોળો ગબડ્યો ને માણસ મળવાથી શું?
અડધે રસ્તે હાંફી જઈને શ્રદ્ધાથી બોલાઈ જશે તો?
સિક્કો સોંપી દઈને પાછું રમવાનું પણ છાપ પ્રમાણે,
રમતાં-રમતાં મારો સિક્કો તાથી ખોવાઈ જશે તો?
ટહુકાનું વરદાન મળ્યું છે એને ક્યાંથી બાન કરું હું ?
દ્વાર ઉઘાડે તું પ્હેલાં ત્યાં હૈયું જો ખોલાઈ જશે તો?
પડછાયાની પૂજામાં રમમાણ રહે તું જીવનભર પણ,
તારું તારી વચ્ચે હોવું ક્યાંક તને સમજાઈ જશે તો?
માથે મૂકી જાત અમે સૌ પાદર લગ તો પહોંચ્યા છીએ,
ઝાંખું પાંખું ઘર દેખાયું પણ મારગ લંબાઈ જશે તો?
Saturday, February 12, 2011
પલાશ - પંકજ ત્રિવેદી
વહે છે રગરગમાં
વરસે છે ધખતો ધોમ
લૂ વાય ગ્રીષ્મ બની...
અરે !
રક્તકણો કરે હરિફાઈ કેવી?
જામ્યો છે મધ્યાહ્ન, ગ્રીષ્મનો-
ભડભડ બળતી ત્વચા 'ને હોમાય
રઝળતી લૂ...
યજ્ઞ પ્રજ્વળે અંદર-બહાર,
શ્વાસ-ઉચ્છવાસમાં ... પળેપળ...
નીતરે છે આંખોમાંથી...
સૂના અંધકારમાંથી પ્રગટેલો
જામ્યો છે નશો બરાબર, શ્વેતશિખર સમ
રગેરગ ફાટફાટા થાય
કોઈ જુવાનડીના પ્રેમઘેલા હૈયા જેમ !
બેઠાં છે, સુખ-દુ:ખ તો લાચાર થઈને
જુએ છે ઓગળી રહેલા નીજત્વને....
ભીતર આખ્ખે આખ્ખું પલાશવન
એ કેશરિયો.....
એજ ભગવો રંગ.....
જાણે પલાશનું ઉપવન...!!
Friday, February 11, 2011
રુદિયે રહેજો રે ! : ભગવતીકુમાર શર્મા
વારે વારે કરીશ કાલાવાલા
માગું તે દેવું જોશે વા'લા !
તમે વેદમંત્રોનાં સુણનારા,
વેણ મારા વેઠી લેજો કાલાં.
હરિ, હવે આપણે સરખેસરખા,
હરિ, તમે મેહ તો' હું એ બરખા !
હરિ, તમે સૂરજ તો હું સોમ,
હરિ, તમે અક્ષર તો હું ઓમ
માગું તે દેવું જોશે વા'લા !
તમે વેદમંત્રોનાં સુણનારા,
વેણ મારા વેઠી લેજો કાલાં.
હરિ, મુને કાંઈ ન કહેજો રે,
હરિ, મારી આંખથી વહેજો રે !...હરિ, હવે આપણે સરખેસરખા,
હરિ, તમે મેહ તો' હું એ બરખા !
હરિ, તમે સૂરજ તો હું સોમ,
હરિ, તમે અક્ષર તો હું ઓમ
હરિ, મુંને જીરવી લેજો રે,
હરિ, મુંને દરશન દેજો રે....
Tuesday, February 8, 2011
વાતો કરે * ભરત વિંઝુડા
પાન લીલાં ઊગે છે ને પીળાં ખરે,
ઝાડમાં ઝાડ જન્મ્યાં કરે ને મરે !
પગથી માથા સુધી હું સળગતો રહું,
ને તને જોઉં તો માત્ર આંખો ઠરે !
એકબીજાના વક્તા ને શ્રોતા બને,
ચાંચ પર ચાંચ મૂકીને વાતો કરે !
મીણ જેવાં છીએ એ જ ભૂલી ગયાં,
મીણ જેવાં છીએ એ જ ભૂલી ગયાં,
શીખવી છે કળા કોઈ એવી હવે,
જીવતાં થાય બે પંખી એક કાંકરે !
Sunday, February 6, 2011
મહેન્દ્રસિંહ પઢિયાર 'મરમી'
આગ ભીતર ભડભડે જ્યાં, ત્યાં ગઝલ સર્જાય છે.
એ શીલા પાછી અહલ્યા થૈ જવાની સ્પર્શથી,
રામનાં ચરણો અડે જ્યાં, ત્યાં ગઝલ સર્જાય છે.
દૂર જોજન હો ભલે, પણ ઠેસ વાગે જો તને,
ફાલ મુજ હૈયે પડે જ્યાં, ત્યાં ગઝલ સર્જાય છે.
પીઠ પર બેસી જશે વૈતાળ માફક કાફિયા,
વિક્રમી અર્થો જડે જ્યાં, ત્યાં ગઝલ સર્જાય છે.
કિમતી હીરા સરીખા શબ્દ 'મરમી' છે બધા,
ઘાટ સુંદર સાંપડે જ્યાં, ત્યાં ગઝલ સર્જાય છે
જાતનો આધાર લઇ બેઠા રહ્યાં,
હું પણાનો ભાર લઇ બેઠા રહ્યાં.
જિંદગી ભાર ના થયા બે પાંદડે,
વ્યર્થ આ વ્યવહાર લઇ બેઠા રહ્યાં.
બૂંગિયો ક્યારેય પણ વાગ્યો નહીં,
હાથમાં તલવાર લઇ બેઠા રહ્યાં.
સૂર વીણામાં ન પ્રગટાવી શક્યા,
સાવ ખોટો તાર લઇ બેઠા રહ્યાં.
છોડવું પડશે બધું 'મરમી' છતાં,
આપણે ઘરબાર લઇ બેઠા રહ્યાં.
(કવિના તાજેતરમાં પ્રકાશિત સંગ્રહ 'લય શિલ્પ' માંથી)
Subscribe to:
Posts (Atom)