Showing posts with label અછાંદસ. Show all posts
Showing posts with label અછાંદસ. Show all posts

Thursday, May 5, 2011

ત્રણ અછાંદસ - પંકજ ત્રિવેદી

     (૧)
     મને એમ કે ભૂલી ગયા તમે
     જર્જરિત પુસ્તક મહીં પારદર્શક
    પીળચટ્ટા પાંદડાની નસેનસમાં 
    ઊગી નીકળ્યા તમે !
    'ને
    મારી પાંપણેથી ટપકેલા ઝાકળના સ્પર્શે 
    મારી આંગળીઓને ટેરવે કૂંપળ ફૂટી
    એ જ તમને?
    (૨)
    મેં દરિયાને પૂછ્યું -
    "તું આટલો ગંભીર કેમ?"
    એને કહ્યું -
    "મેં ચંચળતાને 
    મારામાં સમાવી છે, એટલે...!"
    (૩)
    હાથના પંજા પર લીલી નસોના 
   ગૂંથાયેલા જાળાં અચાનક
   ધસી આવે છે બહાર,
   ત્યારે -
   નવવધૂની જેમ શરમાઈને
   સંકોચાય છે મારું પેટ ...!!


 

Sunday, February 27, 2011

જાળ - પંકજ ત્રિવેદી



પપ્પાને મળવા આવેલી
દીકરી,
વેકેશનમાં ગૂંથે છે પ્રશ્નોની જાળ.........
પપ્પા,
અટવાય છે એમાં 
મથે છે છૂટવા,
ગૂંચવાયા કરે સતત...
પપ્પા, મૂંઝાયેલા અહીં
મમ્મી, ત્યાં
દીકરી અહીં-તહી
મમ્મી ભણાવે, કડક સ્વભાવે
વાર્તા સંભળાવે પપ્પા,
ફિલ્મ, ફન વર્લ્ડ ને મજા હિલ સ્ટેશનની 
માત્ર અઠ્યાવીસ દિવસનું ગરમાન
દીકરી પ્રશ્ન કરે મીન પપ્પા,
ત્યાં ગુસ્સો મમ્મીનો 
એક્વેરિયમમાં તરતી એક માછલી
પહોંચી જાય છે એક ખૂણામાં
એકલી, અટૂલી,
સજળ.......!!!  

Monday, February 21, 2011

વિકાર - પંકજ ત્રિવેદી

 
દરિયાકાંઠે 
પ્રવાસીઓએ 
ફેંકેલા પોપકોર્ન
ખાધા પછી 
એક માછલી
ખોઈ બેઠી છે ચંચળતા...
 
ને હવે -
એને પેટ અવતરે 
જે 
માછલીની જાત
એ તરફડે છે
એક્વેરિયમમાં...!!
 

Wednesday, January 26, 2011

પુનિત રાવલ

મેં ચીસ પાડી.... "મને મારું  શરીર જોઈએ."  *
તેઓ કહે.... 
          "ચાલો અમારા તકિયા પર માથું મૂકો."  *
                   *  "
આપણે સ્વપ્ન સાથે જોઈશું."  *
                         


   *  મેં માથું મૂકવા ના પાડી.  *
* મને ખબર છે...મારા પૂર્વજોએ હા પાડી હતી.*
        *  '
ને /  
છેદાઇ ગયા હતા મસ્તક તેમના.  *
               * 
મને મારું સ્વપ્ન જોઈએ.  *
              *
હું મારો તકિયો શોધી રહ્યો છું.  *










Saturday, January 22, 2011

પંકજ ત્રિવેદી

(૧)
ટમટમતાં તારલાઓ 
તારી આંખ છે
જાણું છું
તેં ક્યાં કદી
દિવસે નિહાળ્યો છે મને !
(૨)
તું મને સૂરજ કહેતી
'ને હું તને ચાંદની
તો પણ
કેવું જીવી રહ્યાં છીએ
આપણે !
(૩)
તારાઓ તોડીને લાવવાનું 
મેં કદી કહ્યું નથી
તેં કદી
મોતીડાં પરોવ્યા નથી
શીદ નકામી ઝબકતી હશે
 આમ વીજળી !!
(૪)
કોઈ કહેતું 
નીહારીકાઓ વચ્ચે
ચંદ્ર જ શોભે !
કેમ સમજાવું તને હું ? -
અહીં કોણ સમજે છે
નિહારિકાઓને
ચંદ્રથી વધુ?
(૫)
મોક્ષ બનીને 
ખરી પડે છે તારલો 
હું તો
જીવું છું જ
મોક્ષ પછીનું....!!