મર્મવેધ
સર્જનાત્મક ગુજરાતી સાહિત્યનું સોપાન.....મુકત અભિવ્યક્તિનું આપણું સામયિક
Friday, June 17, 2011
સલામ, સબકો સલામ ! :- મંગેશ પાડગાંવકર (અનુ. સુરેશ દલાલ)

Thursday, June 2, 2011
સ્પર્શી હશે : દીપક ત્રિવેદી
વરસાદ ભીની ઓઢણી સ્પર્શી હશે!
એવી રીતે સૌ લાગણી સ્પર્શી હશે !
નહીતર ધ્રુજે નહીં કાચનાં પૂતળાં બધાં
ગરમા-ગરમ હીરાકણી સ્પર્શી હશે !
કેમ કાળો- ધબ્બ ચહેરો થાય છે ?
ઈચ્છા ઠગારી -વાંઝણી સ્પર્શી હશે !
રાખ ઢગલાબંધ શ્વાસો-શ્વાસમાં
આગજ્વાળાઓ ઘણી સ્પર્શી હશે
તું દીપક લીલ્લો કદી હોતો નથી
એવી રીતે સૌ લાગણી સ્પર્શી હશે !
નહીતર ધ્રુજે નહીં કાચનાં પૂતળાં બધાં
ગરમા-ગરમ હીરાકણી સ્પર્શી હશે !
કેમ કાળો- ધબ્બ ચહેરો થાય છે ?
ઈચ્છા ઠગારી -વાંઝણી સ્પર્શી હશે !
રાખ ઢગલાબંધ શ્વાસો-શ્વાસમાં
આગજ્વાળાઓ ઘણી સ્પર્શી હશે
તું દીપક લીલ્લો કદી હોતો નથી
નક્કી તને વિષ-નાગણી સ્પર્શી હશે !
Saturday, May 21, 2011
ગઝલ - રાજ લખતરવી
અમે તો ક્યારના ડૂબી ગયા તો આ તારે છે શું?
અમારી નાવ છે કે લાશ છે, આ આખરે છે શું?
વસાવ્યો છે અમે સૂરજ દિવસ ને રાત આંખોમાં,
છતાંયે આ સિતારા જેવું આંખોથી ખરે છે શું?
પથારીથી નથી ઊઠતો કડી મારો ય પડછાયો,
છતાંયે ઓરડામાં રાત આખી આ ફરે છે શું?
ફરીને ત્યાં જ આવું છું યુગોથી આમ અટકું છું,
નથી સમજાતું મુજને એજ, એના ઉંબરે છે શું?
જવા દેતું નથી એ બહાર ફરવા પ્રાણ ને મારા,
ખબર પડતી નથી કંઈ 'રાજ' અને આંતરે છે શું?
Thursday, May 5, 2011
ત્રણ અછાંદસ - પંકજ ત્રિવેદી
(૧)
મને એમ કે ભૂલી ગયા તમે
જર્જરિત પુસ્તક મહીં પારદર્શક
પીળચટ્ટા પાંદડાની નસેનસમાં
ઊગી નીકળ્યા તમે !
'ને
મારી પાંપણેથી ટપકેલા ઝાકળના સ્પર્શે
મારી આંગળીઓને ટેરવે કૂંપળ ફૂટી
એ જ તમને?
(૨)
મેં દરિયાને પૂછ્યું -
"તું આટલો ગંભીર કેમ?"
એને કહ્યું -
"મેં ચંચળતાને
મારામાં સમાવી છે, એટલે...!"
(૩)
હાથના પંજા પર લીલી નસોના
ગૂંથાયેલા જાળાં અચાનક
ધસી આવે છે બહાર,
ત્યારે -
નવવધૂની જેમ શરમાઈને
સંકોચાય છે મારું પેટ ...!!
સંકોચાય છે મારું પેટ ...!!
Wednesday, April 27, 2011
Saturday, April 9, 2011
છપ્પા - અખો ભગત
અખો ભગત : (આશરે ૧૫૯૧ થી ૧૬૫૬) અમદાવાદ પાસેના જેતલપુરના વતની હતા. વ્યવસાયે સોની. દુનિયાના દંભ અને પાખંડ દેખીને એમનો માંહ્યલો ઊકળી ઊઠતો હતો. કડવા અનુભવોના કારણે એમણે વૈરાગ્ય લઈ ગુરુની શોધ આદરી હતી પણ ધર્મસ્થાનોમાં ય આડંબર જ મળ્યો, સાચા ગુરુ ન મળ્યા. ચોપાઈ-છંદમાં લખેલા એમના કાવ્યો છ પદ(ચરણ)ના હોવાથી છપ્પા તરીકે ઓળખાય છે. (છપાઈ ઉપરથી છપ્પો, ‘પાઈ’ એટલે પાય, ચરણ, પગ, પંક્તિ) આ છપ્પામાં તીખી-તમતમતી વાણીમાં એમણે આત્માને વીંધી નાંખે અને આંખના પડળ ઉઘાડી દે એવા મર્મવેધી કટાક્ષ કર્યા છે. અખા ભગત આપણી ભાષાના ઉચ્ચ કોટિના જ્ઞાની કવિ છે. આત્માના અનુભવને અને જ્ઞાનને એમણે ‘અખેગીતા’ , ‘પંચીકરણ’, ‘ગુરુ-શિષ્ય સંવાદ’, ‘ચિત્તવિચાર સંવાદ’ અને ‘અનુભવબિંદુ’ જેવી કાવ્યરચનામાં કલાત્મકરીતે નિરૂપ્યાં છે.
તિલક કરતાં ત્રેપન વહ્યાં, ને જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાકયાં ચરણ , તોય ન પહોંચ્યો હરિને શરણ;
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.
એક મૂરખને એવી ટેવ , પથ્થર એટલા પૂજે દેવ;
પાણી દેખી કરે સ્નાન , તુલસી દેખી તોડે પાન;
તે તો અખા બહુ ઉત્પાત , ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?
જો જો રે મોટાના બોલ , ઊજડ ખેડે બાજ્યું ઢોલ.
અંધ અંધ અંધારે મળ્યા , જ્યમ તલમાં કોદરા ભળ્યા;
ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી , કહે અખો એ વાતો અમે જાણી.

(ખેડે=ગામમાં, ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી= ઘાણી એટલે તેલી બી પીલી તેલ કાઢવાનું સાધન; કોદરા જુદા હોય તો એની ઘેંશ થાય અને તલ જુદા હોય તો પીલીને તેલ કાઢી શકાય. પણ જો બંને ભેગા થયા હોય તો ન ઘેંશ બની શકે, ન તેલ કાઢી શકાય. અર્થાત્ કશા કામના નહીં )
દેહાભિમાન હૂતો પાશેર , તે વિદ્યા ભણતાં વધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો , ગુરુ થયો ત્યાં મણમાં ગયો.
અખા એમ હલકાથી ભારે હોય , આત્મજ્ઞાન મૂળગું ખોય.
( પાશેર=સવાસો ગ્રામ, શેર=પાંચસો ગ્રામ, તોલો=પાંચ કિલોગ્રામ, મણ=વીસ કિલોગ્રામ )
સસાશિંગનું વહાણ જ કર્યું , મૃગતૃષ્ણામાં જઈને તર્યું;
વંધ્યાસુત બે વા ’ણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં.
જેવી શેખસલીની ચાલી કથા , અખા હમણાં ને આગળ એવા હતા.
( સસલાના શિંગડાનું વહાણ, મૃગજળમાં તરવું, વાંઝણીના પુત્રો અને આકાશનાં ફૂલો- અશક્ય અને તરંગી વાતોના દૃષ્ટાંત વડે અગાઉ અને આજે કેવા જૂઠાણાં ચાલ્યા કર્યાં છે એ વાત અખાએ અવળવાણી વડે વેધકતાથી સમજાવી છે.)
આંધળો સસરો ને સરંગટ વહુ , એમ કથા સાંભળવા ચાલ્યું સહુ.
કહ્યું કાંઈ ને સમજ્યું કશું , આંખનું કાજળ ગાલે ઘસ્યું.
ઊંડો કૂવો ને ફાટી બોક , શીખ્યું-સાંભળ્યું સર્વે ફોક.
( સરંગટ=ઘૂમટો તાણેલી, બોક= ડોલ )

Thursday, April 7, 2011
પાણીનો આ ગોળો : કવિશ્રી મીનપિયાસી
પાણીનો આ ગોળો
સાવ ભલો ને ભોળો !
પાણીનો આ ગોળો.
જ્યાં બેસાડો ત્યાં બેસી રાગે - જાણે માનો ખોળો !
રાતોમાતો થાતો જાતો, નહિ ફિક્કો કે ધોળો :
ફૂલ્યોફાલ્યો નહિ સમાતો પેટે સાગર- પહોળો;
પાણીનો આ ગોળો.
જ્યાં બેસાડો ત્યાં બેસી રાગે - જાણે માનો ખોળો !
રાતોમાતો થાતો જાતો, નહિ ફિક્કો કે ધોળો :
ફૂલ્યોફાલ્યો નહિ સમાતો પેટે સાગર- પહોળો;
માથે એને મુકુટ સુનેરી, ઉપર શોભે કળશ રૂપેરી,
પાણી લેતાં રણકી ઊઠે, ગાજી ઊઠે ઘર ને શેરી,
છલકી ઊઠે છોલ્યો, એને હૈયે ચડે હિલોળો;
અમી ભરેલું અંતર એનું અણુ અણુમાં ઝમતું,
વાયુ-લહરનું ટોળું એને ઝીલવા ફરતું રમતું,
ભરી ભરીને પીઓ પિયાલા, શીદ નકામું ઢોળો?
પાણીપોચો ખૂબ ટિપાયો, જીવનચાકે ઘાટ ઘડાયો,
ટક્કર ઝીલવા, નક્કર બનવા, તપી તપીને બહુ શેકાયો,
પાકેલા એ આપવિતીના અનુભવે છે બહોળો
Subscribe to:
Posts (Atom)