એક મુસાફરની રસ્તે જતાં રંગબિરંગી ફૂલો પર નજર પડી. થોડીવાર એ એને નિહાળતા આગળ વધતો ગયો.
વસંતની ઋતુમાં જાત જાતના, નાના-મોટા બહુ સુંદર ફૂલો જાણે કે એ માધ્યમથી ધરતીનું યૌવન અહીં- તહીં પ્રગટ થઈ રહ્યું છે.
રસ્તામાં એક મોટા સુંદર ફૂલને એ માણસે જોયું, પોતાને રોકી શક્યો નહીં, વિચારતો હતો કે મને આ ફૂલે કેટલો મુગ્ધ કર્યો છે, કેટલો આનંદિત કરી દે છે એક ખીલેલું ફૂલ, ફૂલને તો પૂછું કે એને હું કેવો લાગું છું ?
એ માણસે એ સૌથી સુંદર ફૂલને પકડીને પ્રશ્ન કર્યો.
ફૂલ પ્રશ્ન સાંભળીને અચંબિત થઈ ગયું, કરમાઈને સૂકાઈ ગયું, એની એક એક પાંખડી તૂટીને હવામાં ઊડી ગઈ.
(અનુવાદ:પંકજ ત્રિવેદી)
126 blackfoot trail, Mississauga, ON
shamshad66@hotmail.com
