Saturday, January 22, 2011

પંકજ ત્રિવેદી

(૧)
ટમટમતાં તારલાઓ 
તારી આંખ છે
જાણું છું
તેં ક્યાં કદી
દિવસે નિહાળ્યો છે મને !
(૨)
તું મને સૂરજ કહેતી
'ને હું તને ચાંદની
તો પણ
કેવું જીવી રહ્યાં છીએ
આપણે !
(૩)
તારાઓ તોડીને લાવવાનું 
મેં કદી કહ્યું નથી
તેં કદી
મોતીડાં પરોવ્યા નથી
શીદ નકામી ઝબકતી હશે
 આમ વીજળી !!
(૪)
કોઈ કહેતું 
નીહારીકાઓ વચ્ચે
ચંદ્ર જ શોભે !
કેમ સમજાવું તને હું ? -
અહીં કોણ સમજે છે
નિહારિકાઓને
ચંદ્રથી વધુ?
(૫)
મોક્ષ બનીને 
ખરી પડે છે તારલો 
હું તો
જીવું છું જ
મોક્ષ પછીનું....!! 

7 comments:

  1. Sarla Sutaria

    January 23 at 12:13pm Reply • Report
    તારાઓ તોડીને લાવવાનું
    મેં કદી કહ્યું નથી
    તેં કદી
    મોતીડાં પરોવ્યા નથી
    શીદ નકામી ઝબકતી હશે
    આમ વીજળી !!
    આ કોમેંટ મે લખી પણ પોસ્ટ ના થઇ ... મે ગૂગલ એકાઉંટ સિલેક્ટ કર્યુ હતુ ... મને હજી સમજ ના પડી કે શું સિલેક્ટ્ કરવાનું ?

    ReplyDelete
  2. Geeta Vora
    January 23 at 1:06pm Reply • Report

    wah Pankaj bhai..
    ટમટમતાં તારલાઓ
    તારી આંખ છે
    જાણું છું
    તેં ક્યાં કદી
    દિવસે નિહાળ્યો છે મને...

    kalpana ma pan na aave eva moksh ni..vat
    મોક્ષ બનીને
    ખરી પડે છે તારલો
    હું તો
    જીવું છું જ
    મોક્ષ પછીનું....!!
    maja aavi..

    ReplyDelete
  3. પંકજ ભાઈ ખરેખર ખુબજ મજા ની સરસ કવિતાઓ વાંચવા અવસર મળ્યુ.
    ખૂબ ખૂબ આભાર.

    ReplyDelete
  4. સરસ રચનાઓ પંકજભાઈ. સરલાબેનની વાત સાચી છે. કોમેન્ટ પોસ્ટ કરતાં મને પણ તકલીફનો સામનો કરવો પડે છે. ક્યાંક કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ લાગે છે.

    ReplyDelete
  5. तुमने जो भी लिखा है, सिर्फ लिखा नहीं, लगता है, साँसोंकी गहराईसे छुआ है, आपका संवेदन लगता है, दीलके रास्तेसे होठोंकी मुस्कान बनके हम सबकी जिन्दगी बन जाता है, ख़ूबसूरत जिन्दगी और अद्भूत संवेदनका सम्मिश्रण , क्या कहना ? - PUNIT RAVAL

    ReplyDelete
  6. તેં ક્યાં કદી
    દિવસે નિહાળ્યો છે મને!
    અને
    અહીં કોણ સમજે છે
    નિહારિકાઓને
    ચંદ્રથી વધુ?
    ખરેખર પંકજભાઈ, મજા આવી ગઈ.

    ReplyDelete
  7. દોસ્તો, આપણે મારી અછાંદસ કવિતાઓ ગમી અને બ્લોગ પર આવીને આપનો પ્રતિભાવ આપવા બદલ આભારી છું. આપ સૌનું હમેશા સ્વાગત છે.

    ReplyDelete