Thursday, January 13, 2011

બી. કે. રાઠોડ "બાબુ"


આસમાની ઉમંગ જામ્યો છે,
ચોતરફ મસ્ત રંગ જામ્યો છે.
કેફ  એને ય હો  સુરાલયનો,
એમ મારો પતંગ જામ્યો છે.
છે ખુશીની બધે ય ચિચિયારી,
આજ મસ્તીનો જંગ જામ્યો છે.
આ ગુલાબી હવા પીળો તડકો,
સ્વાદ શું અંગ અંગ જામ્યો છે?
છે અબોલા જ જેમની સંગે,
પેચ એમની જ સંગ જામ્યો છે.

7 comments:

  1. સુંદર મુસલસલ ગઝલ. મોટા ટાઇપમાં વાંચવાની મજા પડી. બ્લોગનો લે–આઉટ ગમ્યો. સુંદર શરૂઆત માટે પંકજભાઇને અને સુંદર ગઝલ માટે બી.કે. સાહેબને અભિનંદન.

    ReplyDelete
  2. સુંદર બ્લોગ અને લે-આઉટ. એક સુંદર શરૂઆત અને ખૂબ જ સરસ પ્રથમ રચના. અભિનંદન પંકજભાઈ અને રાઠોડ સાહેબ તેમજ મારી હાર્દિક શુભેચ્છાઓ. પંકજભાઈ "સામાયિક"ની જગ્યાએ "સામયિક" ન હોવું જોઈએ?

    ReplyDelete
  3. આદરણીય પંકજ સર,

    'મર્મવેધ' શરૂ કરવા બદલ અભિનંદન. આ સાથે જ ગુજરાતી ભાષાને વધુ એક બ્લોગ મળ્યો છે. બ્લોગના જતન કરતાં માતૃભાષાના જતનને વધુ મહત્વ આપશો તો વધુ ગમશે.

    "આપણું સામાયિક" કે "આપણું સામયિક"?

    - સામાયિક = સમતાપૂર્વક એકાગ્ર બેસવાનું નિત્યકર્મ.
    http://www.bhagvadgomandal.com/index.php?action=dictionary&sitem=સામાયિક&type=1&page=0

    - સામયિક = સમય સબંધી, સમયોચિત, નિયતકાલિક, નિયત સમયે પ્રકટ થતું છાપું.

    સવજી ચૌધરી,અમદાવાદ- ૯૯૯૮૦ ૪૩૨૩૮.

    ReplyDelete
  4. સુંદર ગઝલ... મજા આવી... બધા શેર સરસ થયા છે...

    નવા બ્લૉગ માટે અભિનંદન અને શુભકામનાઓ...

    છે ખુશી બધેય ચિચિયારી

    - આ મિસરામાં ખુશી પછી એક ગુરુ ખૂટે છે!!
    છે ખુશી'ની' બધેય ચિચિયારી???

    ReplyDelete
  5. બી કે રાઠોડ ભાઈ અભિનંદન.

    ખરેખર ઉતરાણ ઍટલે મૌજ અન મજ્જા................... તમારી આ ગઝલે ઍ આનેંડ માં ઔર ભી ઉમેરો કર્યો છૅ.

    છે ખુશીની બધે ય ચિચિયારી,
    આજ મસ્તીનો જંગ જામ્યો છે...................... સાચે જ

    છે અબોલા જ જેમની સંગે,
    પેચ એમની જ સંગ જામ્યો છે................... વાહ વાહ વાહ, શું વાત છે રાઠોડ ભાઈ, બહુત ખૂબ.

    ReplyDelete
  6. બાબુ,

    ગઇ કાલે જ તમારી પાસેથી આ રચના રૂબરૂ માણી હતી અને અભિનંદન પણ આપ્યા હતા. આજે ફરીથી લેખીતમાં અબિનંદન.
    પતંગ જેમ તમારી રચનાનો ગ્રાફ પણ ચગતો જાય છે. રાજી થતો જાઉ છું
    - અરવિંદ પરમાર

    ReplyDelete